ગુજરાતમાં મુખ્યત્વે અંબાજી થી ઉમરગામ સુધીનો વિસ્તાર આદિવાસી વિસ્તાર કહેવાય છે , જ્યાં વિવિધ આદિવાસી સમાજના લોકો રહે છે, સૌ પ્રથમ ભીલ રાજાઓના વિવિધ રજવાડાઓ હતા ત્યારબાદ વિવિધ આક્રમણ થયા વિવિધ દાવ પેચ કાવતરા થયા અને ભીલ રાજાઓ પરથી શાશન વિવિધ રાજાઓ પર જઈ છેલ્લે અંગ્રેજો શાસન કરતા હતા, અંગ્રેજો એ જોયું હતું કે અમુક ચોક્કસ વિસ્તારમાં આદિવાસી સમુદાય પોતાની સંસ્કૃતિ રિતી રિવાજ થી રહે છે અને એમના પોતાના રૂઢી પ્રથા કાયદાઓ ઉત્સવો દેવ દેવી અન્ય સમાજથી અલગ છે તેમજ અંગ્રેજો એ આદિવાસી વિસ્તારમાં રાજ કરવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ આદિવાસી પ્રજાએ ખુબજ નીડરતા અને મક્કમતા પૂર્વક અંગ્રેજો નો સામનો કરી અંગ્રેજોને હંફાવ્યા હતા ત્યારબાદ અંગ્રેજો એ આદિવાસીઓ સામે લડત ના લડવાનું સ્વીકારી આદિવાસીઓ માટે આરક્ષિત અનુસૂચિ - ૫ વિસ્તાર અલગથી નક્કી કર્યો હતો જેમાં વિવિધ આદિવાસી સમુદાયો રહેતા હતા, જેથી એમને છંછેડવા માં ના આવે અને એમની પોતાની આદિવાસી જીવનશૈલી મુજબના રૂઢી પ્રથા કાયદાના અનુશાસન માં આપ મેળે રહે.
પરંતુ હાલ અન્ય સમાજના સંપર્ક માં આવતા ક્યાંક ને ક્યાંક આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યો માં બદલાવ જોવા મળી રહ્યો છે, જ્યારે અમુક આદિવાસી વિસ્તારમાં હજુ પણ અસલ આદિવાસી સંસ્કૃતિ જોવા મળે છે.
વિડીયોમાં પ્રસ્તુત છે ભોવાની નૃત્ય મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના કેટલાક આદિવાસી સમુદાયમાં જોવા મળે છે, હોળી દિવાળી તેમજ અમુક ઉત્સવો દરમિયાન આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્ય કાહળી ના સંગીત સાથે કરવામાં આવે છે, નૃત્ય દરમિયાન ભોવાની દ્વારા નાના નાના બાળકોને ઊંચકવા માં આવે છે જેને શુભ માનવામાં આવે છે.
અહીં એક વાત ધ્યાને રાખશો કે વિવિધ આદિવાસી દેવ દેવીના મૂળ નામો સમયાંતરે લોકો અલગ અલગ ઉચ્ચારણ વડે બદલી કાઢે છે અને મૂળ અસલ નામ ને ચોખ્ખી વ્યાકરણ ની ભાષા દ્વારા બોલવાનો પ્રયત્ન કરે છે જે ખોટું છે અને એજ સંસ્કૃતિ બદલાવની શરૂઆત છે.
Courtesy: aamuadivasi
0 Comments