ડાંગ જિલ્લાના પીપલઘોડી ગામે વન વિભાગ દ્વારા 'તમાશા' નો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

 


ડાંગ જિલ્લાના પીપલઘોડી ગામે વન વિભાગ દ્વારા 'તમાશા' નો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૮: વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં વન જતન અને સંવર્ધન સાથે વન્યજીવો અને ગ્રામ્ય પ્રજાજનો વચ્ચેનું ઘર્ષણ નિવારવા માટે 'તમાશા' કાર્યક્રમના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ કેળવવામાં આવી હતી.

ડી.સી.એફ. શ્રી રવિપ્રસાદ રાધાકૃષ્ણની સુચના અને માર્ગદર્શન અનુસાર, ડાંગ જિલ્લામાં પરંપરાગત માધ્યમ હેઠળના ખૂબ જ સફળ એવા 'તમાશા' કાર્યક્રમના સથવારે, આહવા રેન્જના નેજા હેઠળના પીપલઘોડી તથા આસપાસના ગામોના ગ્રામજનોને વન તથા વન્યજીવોના જતન, સંવર્ધન માટે જાગૃત કરાયા હતા.

પરિક્ષેત્ર વન અધિકારી શ્રી હાર્દિક ચૌધરી તથા તેમની ટિમ દ્વારા રાત્રીના સમયે કે જ્યારે સૌ ગ્રામજનો પોતાના દૈનિક કાર્યોથી પરવારી ફાજલ સમયે ઘરે બેઠા હોય તેવા સમયે સ્થાનિક કલાકારો દ્વારા રજૂ કરાતા 'તમાશા' કાર્યક્રમના માધ્યમથી વન જાળવણી, વન્ય પ્રાણીઓથી સાવચેત રહેવા સાથે તેમના જતન સંવર્ધન માટેના પગલા, વાવેતર/પ્લાન્ટશનમાં પશુપાલકોના પશુઓ ન પ્રવેશે તે માટેની તકેદારી દાખવવા જેવા મુદ્દે, જનજાગૃતિ કેળવવામાં આવી હતી.

ગમ્મત સાથે જ્ઞાન પીરસતા વન વિભાગના આ 'તમાશા' જનજાગૃતિ કાર્યક્રમનો પીપલઘોડી સહિતના આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Post a Comment

0 Comments